Header Ads Widget

Responsive Advertisement

જિંદગી ગુજરાતી સુવિચાર સંગ્રહ વાંચવા માટે ઉપયોગી

 જિંદગી ગુજરાતી સુવિચાર સંગ્રહ વાંચવા માટે ઉપયોગી


https://lyricsfume.blogspot.com/2022/02/jindagi-gujrati-suvichar.html


જિંદગીમાં ભલે બધું ગુમાવી દીધું હોય 

તો પણ પાછું કમાવવાની આશા રાખજો.

એક દિવસ ચોક્કસ તમે પોતાના પગ પર ઊભા થઈ જશો.


જિંદગીમાં ભલે કેટલાંય દુઃખો સહન કર્યા હોય

તો પણ સુખ જોવાની આશા રાખજો 

એક દિવસ ચોક્કસ તમે સુખી થશો.


જિંદગીમાં ભલે કેટલી વાર નિષ્ફળતા જોઈ હોય તો પણ સફળ થવાની આશા રાખજો

એક દિવસ ચોક્કસ તમને સફળતા મળશે.


જિંદગીમાં ભલે કેટલીયે બીમારી વેઠી હોય

તો પણ સાજા થવાની આશા રાખજો

એક દિવસ ચોક્કસ તમે હાલતા-ચાલતા થઈ જશો.


જિંદગીમાં કેટલીયે વિકટ પરિસ્થિતિ આવે

તો પણ એમાંથી બહાર નીકળવાની આશા રાખજો એક દિવસ ચોક્કસ તમે જીતી જશો.